Skip to content
નવેમ્બર 7, 2010 / danavhajam

નિઃશબ્દ

 

Advertisements
નવેમ્બર 4, 2010 / danavhajam

બ્રેકીંગ ન્યૂઝ… અંગ્રેજી ભાષાની આત્મહત્યા…

બ્રેકીંગ ન્યૂઝ…

અંગ્રેજી ભાષા ની લાશ ગઈ કાલે રાત્રે દાનવ હજામનાં બ્લોગ પર પર લટકતી જોવા મળી

બ્લોગરો દ્વારા વધુ તપાસ હાથ ધરાતા અંગ્રેજી ભાષા એ આત્મહત્યા કરતાં પહેલા લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખેલ કે દાનવ દ્વારા તેના પર થતો અત્યાચાર સહન ન થવાથી અંગ્રેજી ભાષા એ આત્મહત્યા કરી લીધી..અંગ્રેજી ભાષા અત્યંત તનાવ હેઠળ મજબૂરીમાં આ અંતિમ પગલું ઉઠાવવા માટે પ્રેરાઈ છે….સ્યુસાઇડ નોટ સાથે અંગ્રેજી ભાષા એ દાનવે તેનાં પર કરેલ તાજેતરનાં અત્યાચારના પુરાવા પણ રાખ્યા છે…..જુઓ નમૂનો…

 

 

 

હવે જો આ દાનવ આવી જ રીતે અંગ્રેજી ભાષા પર અત્યાચાર કર્યા કરે તો આમાં અંગ્રેજી ભાષાનો પણ શો વાંક…

બીચારી આત્મહત્યા જ કરી લે ને…..

ભગવાન એટલે કે રાખી સાવંતનાં જીજસ અંગ્રેજી ભાષાની આત્માને શાંતિ આપે…

અને ગુજરાતી ભાષાને દાનવનાં અત્યાચાર સહન કરવાની શક્તિ આપે

ઓક્ટોબર 29, 2010 / danavhajam

ચોરની ફીઆન્સી ઘંટી ચોર

અત્યાર સુધી અમને એમ હતું કે આ દાનવ જ ચોર છે અને જ્યાં ત્યાંથી બધુ કોપી પેસ્ટ કરીને પોતાનો બ્લોગ સજાવ્યા કરે છે..

પણ  આ તો હવે ખબર પડી કે આ દાનવ જેને પોતાની ફીઆન્સી કહે છે એ પણ દાનવ જેવું જ પાત્ર છે.

જુઓ ફેસબુક પર દાનવની ફીઆન્સી એ કરેલ ચોરી અને એ પણ રેકોર્ડ ૩૦ સેકન્ડનાં ટાઇમમાં

 

 

ઓક્ટોબર 28, 2010 / danavhajam

વીણેલો કચરો.કોમ – ખાલી શકોરા જેવો બ્લોગ – “દાનવ”

મે તો માત્ર કોશિશ કરી હતી પબ્લિસિટી મેળવવાની,

ઝંખના હતી બ્લોગ જગતમાં ફેમસ થવાની,

પણ ‘બ્લોગ રીડરો’ છે કે કોઈ દાદ નથી આપતાં,

કહે છે આ તો કોપી પેસ્ટ કરેલ છે અને શું બકવાસ લખાણ છે,

હાથમાં રહી ગયો કેવળ ખાલી શકોરા જેવો બ્લોગ.

 

આ તો દાનવનો બ્લોગ જોતાં જોતાં કાગળ ઉપર લીટા કરતાં કરતાં લખાઈ ગયેલ છે.કોઈ પણ ભાષામાં છંદ,અલંકાર,વ્યાકરણ કે જોડણીઓ સાથે આ દાનવને બારમો ચંદ્રમાં છે.પરંતુ લખવું એટલે લખવું ભલે કોઈ વાંચે કે ન વાંચે – “દાનવ”

ઓક્ટોબર 27, 2010 / danavhajam

વીણેલો કચરો.કોમ – એક વાંદરું – “દાનવ”

એક વાંદરું

વ્રુક્ષ પર કુદતું કુદતું આવ્યું

અને મારા પગ પાસે બેસી ગયું

જાણે કંઇક કહી પડ્યું….

મને લાગ્યું અમસ્તું જ હસી પડ્યું….

તેના પર બાઝેલા હાસ્યુરૂપી શબ્દો

બસ એક સવાલ કરી ગયા….

આ દાનવ દેખાય છે મારા જેવો જ કેમ????

 

“દાનવ”  ૨૯/૧૦/૨૦૧૦ ૦૯.૧૯.૫૪

ઓક્ટોબર 26, 2010 / danavhajam

હાસ્યમેવ જયતે….

ગઈ કાલે દીર્ઘ જાણકારી પ્રક્રિયા પધ્ધતિ ઉકેલનો ખખડી ગયેલો દરવાજો ફરી ખખડ્યો.

 એક ‘બકરો’ અંદર પ્રવેશ કરે છે.

બીજું કંઈ પણ કામ ના હોવાથી હું એક અન્ય દાનવ મિત્ર સાથે ખાલી ખોટી ખપાવતો હતો અને એ પણ દાનવનાં રિક્ષા છાપ ઇંગ્રેજીમાં. એટલે મેં એને ‘ઇસારો’ કરીને સામે મૂકેલ ટુટેલા ફૂટેલા બે-હાલ બાંકડા પર બેસવાનું કહ્યું. હવે જ્યારે મારી ફાલતું વાર્તાઓ પૂરી થાય છે ત્યારે સામે બેઠેલો ‘બકરો’ મને પૂછે છે.

 

‘બાલ કટાને કા હે. મને કોઇકે કીધેલા હે કે તમે એનાં જ ધંધા કરતા હે.’

 

એટલે હું તો હસી હસી ને બેવડ વળી ગયો કે મારા જેવું જ લખનાર અને બોલનાર દુનિયામાં મારા સીવાય પણ ઘણા છે કાં???

અને મેં એને અમારી એટલે કે દાનવ બ્રાંડ ભાષામાં જ એને પૂછ્યું

 

કઈ ઇસ્ટાઇલ કા કપાને કા હૈ???

 

હમ સબ ઇસ્ટાઇલ કા બાલ કાપતા હૈ..

રાજપાલ યાદવ કટ, સંજય મિશ્રા કટ, જોની લીવર કટ, મહેમૂદ કટ,   ( Click to see the Hair Style )

 

અમારા ગામમાં આ બધી કટ્સ બહુ જ ફેમસ છે

ખરેખર મજા પડી ગઈ, વાળ કાપવાનાં પ્રસંગોમાંથી  પણ હાસ્ય મળી જાય છે.

કોઈ હજામે સાચું જ કીધું છે “”વાળ વગરનું માથું અક્કલ વગરનાં દાનવ જેવું છે


ઓક્ટોબર 25, 2010 / danavhajam

રીક્ષા છાપ દાનવ

આજે અનુરાગભાઇના બ્લોગ પર એક ફોટો જોવા મળ્યો…

જે સરસ રીતે સમજાવી આપે છે કે… આ દાનવનું English કઇ કક્ષાનું છે….

ઇમેજ અનુરાગભાઇની આ બ્લોગ પોસ્ટ પરથી

 

આપણૉ દાનવ પણ કંઇક આ પ્રકારનાં English માં જ તેનો English  બ્લોગ લખે છે ને ????

રીક્ષા છાપ દાનવ

%d bloggers like this: